રામાપીરનો ફોટો ભજન | Ramapir No Photo Bhajan

રામાપીરનો ફોટો ભજન | Ramapir No Photo Bhajan
 
કાચ કેરી ડીશમાં ગુલાબ કેરો ગોટો,
મારા મોબાઈલમાં મારા રામાપીરનો ફોટો..
  www.gujaratibhajanbank.com
રામાપીર મારા હૈયાનો હાર છે,
એના વિના મારો ક્યાંય ના ઉધાર છે.. 
 
કંકુની પગલી પારણીયે પાડી,
ઉકળતી દેગ મારા વાલાયે ઉતારી.. 
 
પરચા તમારા અપરમ પાર છે, 
લીલા નેજા વાળનો સદા મારે સાથ છે.. 
 www.gujaratibhajanbank.com
સાંજ સવારે રામાપીરનો સંભારું, 
એના વિના મારે કાયમ અંધારું.. 
 
રામાપીરના નામની માલા રે જપતી,  
પલ પલ રણુંજાના રામ ને સમરતી.. 
 
પરબના પીર મારા રુદિયે બિરાજે, 
સાદ કરુંને મારી સામા રે આવે.. 
  www.gujaratibhajanbank.com
અલખધણી નો આશરો છે મોટો, 
જડે નહિ ક્યાંય મારા પીરજીનો જોટો.. 
 
મીઠી નજરું રાખો મારા નાથની જારી, 
પાટે પધારો પીર અલખ અવતારી.. 
 
જ્યોતુમાં દર્શન દેતા મારા પીરજી, 
કુડા કળયુગમાં પૂજાતા મારા પીરજી.. 
  www.gujaratibhajanbank.com
આ સંસારમાં તરવું અસાર છે, 
રામાપીરના નામથી મારો બેડો પાર છે.. 
 
અલખધણી મારી આશા પુરી કરજો, 
ભાવિકાની માથે પીર સદા મેર કરજો.. 
  www.gujaratibhajanbank.com

Post a Comment

0 Comments