સાખી -

પંછી પાની પીને સે ઘટે ન સરિતા નીર,

દાન દિયે ધન નાં ઘટે મારો સહાય કરે રઘુવીર.. 

www.gujaratibhajanbank.com 

ભજન -

રામ મને રસ્તો બતાવ, જીવને જાવું છે એકલું..

રસ્તો, પ્રાણી તને પછી બતાવું..

શું કર્યા દાન ને પુણ્ય જીવને જાવું છે એકલું

રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું...

સોળ સોમવાર નાં પ્રભુ ઉપવાસ મે કરીયા 

અગિયારસ નો નાં રહ્યો પાર જીવને જાવું છે એકલું

રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું...

 www.gujaratibhajanbank.com 

સોળ સોળ દિકરીયું ને અમે જમાડી

ભાણેજ નો નો રહ્યો પાર જીવને જાવું છે એકલું 

રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું...

સોળ સોળ બ્રાહ્મણ ને અમે જમાડ્યા

સાધુ જમાડ્યા અપાર જીવને જાવું છે એકલું 

રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું...

અન્નદાન પુણ્ય દાન અમે રે કરીયા 

વસ્ત્ર દાન નો નાં રહ્યો પાર જીવને જાવું છે એકલું 

રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું...

ગૌદાન કન્યાદાન અમે રે કરીયા

ધન અમે દીધા અપાર જીવને જાવું છે એકલું 

રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું...

જીવનો હિસાબ જોઈ રામ થયા રાજી 

જીવનો કર્યો ઉદ્ધાર જીવને જાવું છે એકલું 

રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું…

www.gujaratibhajanbank.com