ડોશી ડોસો મંદિર જાય,
ચપટી ચોખા લઈને જાય,
પાસે નાણું રાખ્યું નહીં..
www.gujaratibhajanbank.com
ડોશી કે બાપા ભારે થઈ,
ડોહો કે ડોશી ગભરાઈશ નહીં,
આપણે જઈશું મોટાને ઘેર,
મોટો કે તમે મારી ભેગા નહીં,
મારા બંગલા નાના છે,
અમારે આટલા સમાય નહીં,
રોજની સાકળ પોસાય નહીં..
ડોશી કે બાપા ભારે થઈ,
ડોહો કે ડોશી ગભરાઈશ નહીં,
આપણે જઈશું વચલાન ત્યાં,
વચલો કે તમે મારી ભેગા નહીં,
તમારા વહુને બનશે નહીં,
રોજના કજીયા પોસાય નહીં..
www.gujaratibhajanbank.com
ડોશી કે બાપા ભારે થઈ,
ડોહો કે ડોશી ગભરાઈશ નહીં,
આપણે જાશું નાના ને ઘેર,
નાનો કે તમે મારી ભેગા નહીં,
મારા છોકરા ભણે છે,
તમારો ખર્ચ પોસાય નહીં..
ડોશી કે બાપા ભારે થઈ,
ડોહો કે ડોશી ગભરાઈશ નહીં,
આપણે જાશું દીકરીના ઘેર,
દીકરી કે તમે મારી ભેગા નહીં,
જમાઈ કે તમે મારી ભેગા નહીં,
તમારી પાસે નાણું નહીં,
દીકરીના ઘરનું ખવાય નહીં..
www.gujaratibhajanbank.com
ડોશી કે બાપા ભારે થઈ,
ડોશો કે ડોશી ગભરાઈશ નહીં,
આપણે જાશું ઠાકોર ધામ,
કઢીને ખીચડી ખાશું જઈ,
કઢીને ખીચડી હદી ગઈ..
ડોશી ડોસાનું તો આવ્યું વિમાન,
ડોશી ડોસો તો વૈકુંઠ ગયા,
બારમાં ના પૈસા બચી ગયા..
www.gujaratibhajanbank.com
0 Comments