ઘડપણમાં થઈ લાચાર સેવા મારી કોણ કરશે | Ghadpanma Thai Lachar Seva Mari Kon Karshe Bhajan Lyrics

 ઘડપણમાં થઈ લાચાર સેવા મારી કોણ કરશે | Ghadpanma Thai Lachar Seva Mari Kon Karshe Bhajan Lyrics

હું તો ઘડપણમાં થઈ લાચાર, સેવા મારી કોણ કરશે,

કોણ કરશે સેવા કોણ કરશે..

હું તો ઘડપણમાં થઈ લાચાર, સેવા મારી કોણ કરશે..

 www.gujaratibhajanbank.com

મને લાગ્યું સેવા દીકરો કરશે,

એ તો માને વહુની વાત, સેવા મારી કોણ કરશે..

 

મને લાગ્યું સેવા વહુ મારી કરશે, 

વહું તો બતાવે મને આંખ, સેવા મારી કોણ કરશે..

 www.gujaratibhajanbank.com

મને લાગ્યું સેવા દીકરી કરશે,

જમાઈ લઈ ગયો એને દૂર, સેવા મારી કોણ કરશે..

 

મને લાગ્યું સેવા પતિ મારો કરશે,

એતો નશામાં ચકચૂર, સેવા મારી કોણ કરશે..

 www.gujaratibhajanbank.com

હવે માન્યું કે સેવા પ્રભુની હું કરી લઉં,

પ્રભુ ઉતારે ભવપાર, સેવા મારી કોણ કરશે..

 

રાગ- હોલિયા મેં ઉડે રે ગુલાલ,

Post a Comment

0 Comments