ભાગ્યશાળી ભજનમાં આવોને ભજન | Bhagyshali Bhajanma Aavone Bhajan Lyrics

ભાગ્યશાળી ભજનમાં આવોને ભજન | Bhagyshali Bhajanma Aavone Bhajan Lyrics

સાખી - 

રામ રામ રટતે રહો અને ધરી રાખો હૃદયમાં ધીર 

કોઈ દિન કાજ સુધારશે કૃપા સિંધુ રઘુવીર 

 www.gujaratibhajanbank.com

ભજન -

ભાગ્યશાળી ભજનમાં આવોને, 

અહીં ભજન કીર્તન થાય ભજનમાં આવોને..

 

ભાવવાળા ભક્તો ભજનમાં આવે છે, 

સાથે નાચે છે નટવરલાલ, ભજન માં આવો ને.. 

ભાગ્યશાળી ભજન માં આવો ને...

 www.gujaratibhajanbank.com

નામ નારાયણનું ગાજે છે, 

અહીં તાળીઓની રમઝટ થાય, ભજનમાં આવો ને.. 

ભાગ્યશાળી ભજન માં આવો ને...

 

અહીં પ્રભુમાં ચિત્ત જોડાઈ જાય છે, 

અહીં ગેબીના નાદ સંભળાય, ભજન માં આવો ને.. 

ભાગ્યશાળી ભજન માં આવો ને...

 www.gujaratibhajanbank.com

અહીં ત્રિવિધના તાપ ટળી જાય છે, 

અહીં અંતરમાં શાંતિ થઈ જાય, ભજનમાં આવો ને.. 

ભાગ્યશાળી ભજન માં આવો ને...

 

અહીંયા માવતરોની સેવા થાય, 

અહીંયા માવતરના આશિષ લેવાય, ભજનમાં આવો ને.. 

ભાગ્યશાળી ભજન માં આવો ને...

 www.gujaratibhajanbank.com

કોઈ નાસ્તિક ભૂલથી આવે છે, 

ભજનમાં બેસે તો આસ્તિક બની જાય, ભજનમાં આવો ને.. 

ભાગ્યશાળી ભજન માં આવો ને...

 

પ્રભુના ભક્તો ભજનના ભૂખ્યા છે, 

અહીં ભજનના ભોજન પીરસાય, ભજન માં આવો ને.. 

ભાગ્યશાળી ભજનમાં આવોને...

 www.gujaratibhajanbank.com

ભૂખ્યા દુખ્યા પંગતમાં બેસી જજો, 

અહીં ગોવિંદના ગુણ પીરસાય, ભજન માં આવો ને.. 

ભાગ્યશાળી ભજનમાં આવો ને...

 

તમે ચોઘડિયું જોવા નો બેસતા, 

વળી ભક્તિના જોષ ન જોવાય, ભજનમાં આવો ને..

ભાગ્યશાળી ભજન માં આવો ને...

 www.gujaratibhajanbank.com

નરસિંહ મહેતા ભજન કરતા હતા, 

એણે ન જોયું ચોઘડિયું કે જોષ, ભજન માં આવો ને.. 

ભાગ્યશાળી ભજન માં આવો ને...

 

Post a Comment

0 Comments