દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કરીયું | Dashrath Rajanu Shrad Sitaji Ye Kariyu Bhajan Lyrics
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કરીયું..
પ્રભુજી કાંઈ કરે છે વિચાર રામ,
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કરીયું..
www.gujaratibhajanbank.com
સવાર થયુંને રામ પિંડ લેવા ચાલીયા,
સીતાજીતો જોવે પ્રભુની વાટ રામ,
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કરીયું..
ખરા બપોર થયા તોય પ્રભુજી નો આવીયા,
સીતાજીએ કરી નાખ્યું શ્રાદ્ધ રામ,
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કરીયું..
www.gujaratibhajanbank.com
શ્રાદ્ધ વિધિ પતિ ગઈને પ્રભુજી પધારીયા,
સીતા તમે આપોને પ્રમાણ રામ,
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કરીયું..
સીતાજીએ તો બ્રાહ્મણને પૂછીયું,
બ્રાહ્મણે નો દીધા પ્રમાણ રામ,
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કરીયું..
www.gujaratibhajanbank.com
સીતાજીએ તો ગાયમાતાને પૂછીયું,
ગાયમાતાએ નો દીધા પ્રમાણ રામ,
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કરીયું..
સીતાજીએ તો તુલસીજીને પૂછીયું,
તુલસીમાંએ નો દીધા પ્રમાણ રામ,
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કરીયું..
www.gujaratibhajanbank.com
સીતાજીએ તો (ફાલ્ગુ) નદીને પૂછીયું,
(ફાલ્ગુ)નદીએ નો દીધા પ્રમાણ રામ,
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કરીયું..
જંગલનાં ઝાડમાં ઉભો એક પીપળો,
પીપળાએ દીધા છે પ્રમાણ રામ,
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કરીયું..
www.gujaratibhajanbank.com
પીપળે જઈને નીચે પ્રભુજી રે પોઢિયા,
સીતાજીને હૈયે હરખ ન માય રામ,
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કરીયું..
દશરથ રાજાનું શ્રાદ્ધ જે કોઈ ગાશે,
એના પિતૃની તૃપ્તિ થાય રામ,
દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કરીયું..
www.gujaratibhajanbank.com
0 Comments