ક્યાંથી આવ્યું ગઢપણ | Kyathi Aavyu Ghadpan Bhajan Lyrics
ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ,
ખબર વિનાનું આવી જાય ગઢપણ,
ક્યાંથી આવ્યું ગઢપણ કોણે મેલુ ગઢપણ...
www.gujaratibhajanbank.com
આંખે દેખાય નહીં કાને સંભળાય નહીં,
લાકડી ના ટેકે ચલાય ગઢપણ, ક્યાંથી આવ્યું ગઢપણ..
ગઢપણ ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ...
મંદિર જવાય નય કીર્તન ગવાય નય,
દાઢી ડગમગ થાય ગઢપણ,
ક્યાંથી આવ્યું ગઢપણ કોણે મેલુ ગઢપણ...
www.gujaratibhajanbank.com
નીચે સુવાય નય ગાદલું મંગાય નય,
ખૂણામાં ખાટલી ઢળાય ગઢપણ,
ક્યાંથી આવ્યું ગઢપણ કોણે મેલુ ગઢપણ...
રોટલો ચવાય નહીં શીરો મંગાઈ નહીં,
માગી એ તો જોયા જેવી થાય ગઢપણ,
ક્યાંથી આવ્યું ગઢપણ કોણે મેલુ ગઢપણ...
www.gujaratibhajanbank.com
દીકરાના દીકરા મારે મને ઠીકરા,
વહુ ને કાય નો કેવાય ગઢપણ,
ક્યાંથી આવ્યું ગઢપણ કોણે મેલુ ગઢપણ...
રૂપિયા ઘણા છે બેંક માં પડ્યા છે,
ચાવી વોવારુની પાસ ગઢપણ,
ક્યાંથી આવ્યું ગઢપણ કોણે મેલુ ગઢપણ...
www.gujaratibhajanbank.com
દીકરાની વહુ બોલે મને મેણલાં,
ડોસીની ઠાઠડી જાય ગઢપણ,
ક્યાંથી આવ્યું ગઢપણ કોણે મેલુ ગઢપણ...
યમ ના દૂતો મને લેવા આવે નહિ,
આવે તો વૈકુંઠ જાવ ગઢપણ,
ક્યાંથી આવ્યું ગઢપણ કોણે મેલુ ગઢપણ...
www.gujaratibhajanbank.com
0 Comments