કેજો મારા દુઃખડાની વાતું રે.. | Kejo Mara Dukhda Ni Vatu Re Bhajan Lyrics
કેજો મારા દુઃખડાની વાતું શામળીયાને, કેજો મારા દુઃખડાની વાતું,
હવે નથી સહેવાતું શામળીયાને, કેજો મારા દુઃખડાની વાતું રે..
રોજ રોજ હૂતો મંદિરે જાતિ,
હવે નથી હલાતું શામળીયાને, કેજો મારા દુઃખડાની વાતું રે..
www.gujaratibhajanbank.com
સૂરજના કિરણ જેવી આંખ હતી મારી,
હવે નથી દેખાતું શામળીયાને, કેજો મારા દુઃખડાની વાતું રે..
દાડમની કળી જેવા દાંત હતા મારે,
હવે નથી ચવાતું શામળીયાને, કેજો મારા દુઃખડાની વાતું રે..
મોટા તે ઘરમાં મારે વવારું,
એને નથી કાઈ કહેવાતું શામળીયાને, કેજો મારા દુઃખડાની વાતું રે..
www.gujaratibhajanbank.com
ઓસરીના ખૂણામાં ખાટલો ઢળાય છે,
એમાં નથી સુવાતું શામળીયાને, કેજો મારા દુઃખડાની વાતું રે..
હાથનું રળેલું હાથમાં રખાય છે,
હવે નથી મગાતું શામળીયાને, કેજો મારા દુઃખડાની વાતું રે..
www.gujaratibhajanbank.com
નાથ શામળિયો મંદિરમાં બેઠા,
જીવનમાં જીવી જાણું શામળીયાને, કેજો મારા દુઃખડાની વાતું રે..
નરસિંહ મેહતા ના સ્વામી શામળિયા,
રાખજો ચરણમાં વાસ શામળીયાને, કેજો મારા દુઃખડાની વાતું રે..
www.gujaratibhajanbank.com
0 Comments