ભગવાને ગીતા ખોલી ખોલી છે | Bhagavane Geeta Kholi Che Ena Mukhthi Bhajan Lyrics

ભગવાને ગીતા ખોલી ખોલી છે | Bhagavane Geeta Kholi Che Ena Mukhthi Bhajan Lyrics

 

ભગવાને ગીતા ખોલી ખોલી છે એના મુખથી,

અર્જુનનો રથ હાંક્યો ભગવાન બન્યા છે સારથી..

ભક્તોની વારે આવ્યા આવ્યા છે રણ મેદાનમાં

કુરુક્ષેત્રમાં આવ્યા ત્યાં યુદ્ધ હતું કૌરવનું..

 www.gujaratibhajanbank.com

ભગવાન મુખથી બોલ્યા અર્જુન તમે સાંભળો,

ભરેલા ભાથા ખોલો ધનુષ લ્યો ને હાથમાં,

ધનુષ લઈને હાથમાં કૌરવ નો નાશ કરજો,

અર્જુનને આંસુ આવ્યા ત્યાં નીચે બેસી ગયા,

મારા કાકા ને દાદા મારું સઘળું કુટુંબ છે,

મારા પિતામહ છે ભેળા હું કેમ કરી સંહારું..

 

ભગવાન મુખથી બોલ્યા અર્જુન તમે સાંભળો,

એ સુતા છે મરેલા એને મારવાના નથી,

મારો શોક ગયો છે ટળી  મારો મોહ ગયો છે મટી..

  www.gujaratibhajanbank.com

ભગવાન મુખથી બોલ્યા અર્જુન તમે સાંભળો,

તમે પાછું વાળી નો જોતા તમે મારી સામે જોજો,

ભગવાને સ્વરૂપ બદલી દેખાડી આખી સૃષ્ટિ,

 આકાશ પાતાળ જોયા ત્યાં વેદ ભણે બ્રમ્હાજી..

 

અર્જુન મુખથી બોલ્યા ભગવાન તમે સાંભળો,

મારો શોખ ગયો છે ટળી મારો મોહ ગયો છે મટી,

ભરેલા ભાથા ખોલ્યા ધનુષ હાથમાં લઈને,

ધનુષ હાથમાં લઈને કૌરવનો નાશ કર્યો,  

કૌરવ નો નાશ કરી હિમાલય ચાલ્યા ગયા,

હિમાલયમાં જઈને ત્યાં હાડ જ ગાળ્યા,

જે ગીતા જ્ઞાન ગાશે તે અવિચળ પદ ને પામશે 🙏🙏

 www.gujaratibhajanbank.com

 

Post a Comment

0 Comments