જુવાની ઝપાટો મારી ગઈ રે મેં તો માળા ના ફેરવી | Juvani Japato Mari Gai Re Me To Mala Na Fervi Bhajan Lyrics

 જુવાની ઝપાટો મારી ગઈ રે મેં તો માળા નો ફેરવી | Juvani Japato Mari Gai Re Me To Mala No Fervi Bhajan Lyrics

જુવાની ઝપાટો મારી ગઈ રે, મેં તો માળા ના ફેરવી,

ગઢપણ ક્યાંથી આવી ગયું રે, મેં તો માળા ના ફેરવી..

 

સવારના સાત વાગે માળા લઈને બેઠી,

દીકરાના દીકરા જાગી ગયા રે, મેં તો માળા ના ફેરવી..

 www.gujaratibhajanbank.com

સવારના આઠ વાગે માળા લઈને બેઠી,

વહુએ કામ મને સોંપી દીધું રે, મેં તો માળા ના ફેરવી..

 

સવારના નવ વાગે માળા લઈને બેઠી,

ખેતર જવાનો ટાઈમ થઈ ગયો રે, મેં તો માળા ના ફેરવી..

 www.gujaratibhajanbank.com

સવારના દસ વાગે માળા લઈને બેઠી,

વેવાઈ વેવાણ આવી ગયા રે, મેં તો માળા ના ફેરવી..

 

બપોરના બાર વાગે માળા લઈને બેઠી,

બાપ દીકરો જમવા આવી ગયા રે, મેં તો માળા ના ફેરવી..

 www.gujaratibhajanbank.com

બપોરના બે વાગે માળા લઈને બેઠી,

સુવાનો ટાઈમ થઈ ગયો રે, મેં તો માળા ના ફેરવી..

 

બપોરના ત્રણ વાગે માળા લઈને બેઠી,

ચા પીવાનો ટાઈમ થઈ ગયો રે, મેં તો માળા ના ફેરવી..

 www.gujaratibhajanbank.com

સાંજના ચાર વાગે માળા લઈને બેઠી,

પાડોશણ બેસવા આવી ગયા રે, મેં તો માળા ના ફેરવી..

 

સાંજના છ વાગે માળા લઈને બેઠી,

ગાયો ધોવાનો ટાઈમ થઈ ગયો રે, મેં તો માળા ના ફેરવી..

 www.gujaratibhajanbank.com

રાતના આઠ વાગે માળા લઈને બેઠી,

જમવાનો ટાઈમ થઈ ગયો રે, મેં તો માળા ના ફેરવી..

 

રાતના દસ વાગે માળા લઈને બેઠી,

મીઠી મીઠી નીંદર આવી ગઈ રે, મેં તો માળા ના ફેરવી..

 www.gujaratibhajanbank.com

હે હાથમાંથી માળા પડી ગઈ રે, મેં તો માળાનો ફેરવી..

Post a Comment

0 Comments