જનક ને સીતા હોય રે લાડકડા | Janak Ne Sita Hoy Re Ladakda Bhajan Lyrics

જનક ને સીતા હોય રે લાડકડા | Janak Ne Sita Hoy Re Ladakda Bhajan Lyrics


સાખી

સમય સમય બળવાન હૈ નહીં પુરુષ બળવાન

કાબે અર્જુન લૂંટિયા વોહી ધનુષ વોહી બાણ 

 www.gujaratibhajanbank.com

જનક ને સીતા હોય રે લાડકડા, 

લાડકડી સાસરિયે જાય, 

સીતાજીને લાડ લડાવો..

 

જનક રાજા તો દશરથ ને વિનવે,

સાંભળી લ્યો મારી વાત, 

સીતાજીને લાડ લડાવો..

 www.gujaratibhajanbank.com

તમારા કુળમાં નથી રે દિકરી, 

દિકરી ના સુખ દુઃખ તમે શું જાણો?

લાડકડી તમને સોંપી દઉં,

સીતાજીને લાડ લડાવો.. 

 

થોડા દિવસ તમે લાડ લડાવ્યા,

દશરથજી સ્વર્ગે સિધાય જાય,

સીતાજીને લાડ લડાવો..

 www.gujaratibhajanbank.com

મેં રે જાણ્યું કે સીતા રાજ ભોગવશે,

એના કર્મે લખ્યો વનવાસ,

સીતાજીને લાડ લડાવો..

 

રામજીના પગલે સીતાજી ચાલીયા, 

તોય રાવણ હરણ કરી જાય, 

સીતાજીને લાડ લડાવો..

 www.gujaratibhajanbank.com

રાવણને મારી સીતાજી ને લાવીયા, 

પાછા અયોધ્યા માં જાય, 

સીતાજીને લાડ લડાવો..

 

રામજીને સીતાજી ગાદીએ બિરાજીયા, 

અયોધ્યામાં આનંદ આનંદ થાય,

સીતાજીને લાડ લડાવો..

 www.gujaratibhajanbank.com

મેં રે જાણ્યું કે સીતા રાજ ભોગવશે, 

પેલો ધોબીડો મેણાં બોલી જાય,

સીતાજીને લાડ લડાવો..

 

અડધી રાતે સીતાજીને વનમાં વળાવીયા, 

લક્ષમણજી મેલવાને જાય,

સીતાજીને લાડ લડાવો..

 www.gujaratibhajanbank.com

ગંગાને કાંઠે સીતાજીને ઉતારીયા, 

લક્ષ્મણજી રથડા રોકો, 

સીતાજીને લાડ લડાવો..

 

આડા ફરી સીતાજીએ રથડા રે રોકીયા,

દેરીડા એકલી ન મેલો, 

સીતાજીને લાડ લડાવો..

 www.gujaratibhajanbank.com

સતી સીતાજી મનમાં મૂંઝાણા, 

લક્ષ્મણજી એકલી ના મેલો,

સીતાજીને લાડ લડાવો..

 

માડીનો જાયો હોય તો એકલી ના મેલે, 

સાસુનો જાયો મેલી જાય,

સીતાજીને લાડ લડાવો..

 www.gujaratibhajanbank.com

પાયે પડીને લક્ષ્મણજી બોલીયા, 

ઋષિ મુનિની તમે સેવાયુ કરજો, 

ઋષિ મુનિ કરશે બેડો પાર, 

અમર રહેશે તમારા નામ,

સીતાજીને લાડ લડાવો..


 

 

Post a Comment

0 Comments