જેના આંગણિયે તુલસીનો ક્યારો | Jena Anganiye Tulsino Kyaro Bhajan Lyrics
સાખી -
તુલસી તુલસી સબ કરે ને તુલસી બન કી ઘાસ
કૃપા હોય રઘુનાથ કી તો બન ગયે તુલસીદાસ
કિર્તન -
જેના આંગણિયે તુલસીનો ક્યારો, ત્યાં વસે મારા નંદનો દુલારો,
થાય કિર્તન જે ઘેર ત્યાં પ્રભુજી ની મેર..
www.gujaratibhajanbank.com
કદી આવે નહિ દુઃખ નો આરો, ત્યાં વસે મારો નંદનો દુલારો,
જેનું ભક્તિ માં મન જેનું સારું વર્તન..
જેના રૂદિયા માં સારા સંસ્કારો, ત્યાં વસે મારો નંદનો દુલારો,
સદા પાળે જે ધર્મ કરે સારા એ કર્મ..
www.gujaratibhajanbank.com
હાં રે કરે અતિથિ નાં સત્કરો, ત્યાં વસે મારો નંદનો દુલારો,
નાખે ગાયોને ઘાસ એનો વ્રજમાં થાયે વાસ..
સૌ દેવોને આપે આવકારો, ત્યાં વસે મારો નંદનો દુલારો,
કરે તિલક કપાળ ગળે તુલસી ની માળ..
www.gujaratibhajanbank.com
હાં રે મુખે શ્રીજીબાવાનાં ઉચ્ચારો, ત્યાં વસે મારો નંદનો દુલારો,
જેના આંગણિયે તુલસીનો ક્યારો, ત્યાં વસે મારો નંદનો દુલારો...
0 Comments