ગોકુળમાં ખુલી રે દુકાન રાધારાણી શુ લેશો? ભજનના શબ્દો | Gokulma Khuli Re Dukan Radharani Su lesho Bhajan Lyrics
ગોકુળમાં ખુલી રે દુકાન રાધારાણી શુ લેશો?
શુ લેશો રાધા શું લેશો??
ગોકુળમાં ખુલી રે દુકાન રાધારાણી શુ લેશો?
www.gujaratibhajanbank.com
ચણિયાચોળી હું પહેરીને આવી,
ચૂંદડી લઇ દયો મને આજ વ્હાલા મારા મોહનજી,
ગોકુળમાં ખુલી રે દુકાન રાધારાણી શુ લેશો?
દામણી તો હું પહેરીને આવી,
નથણી લઇ દો મને આજ વ્હાલા મારા મોહનજી,
ગોકુળમાં ખુલી રે દુકાન રાધારાણી શુ લેશો?
www.gujaratibhajanbank.com
ઝાંઝર તો હું પહેરીને આવી,
કડલા લઇ દો મને આજ વ્હાલા મારા મોહનજી,
ગોકુળમાં ખુલી રે દુકાન રાંધારાણી શુ લેશો?
હારલા તો હું પહેરીને આવી,
મોતી માળા લઇ દો મને આજ વ્હાલા મારા મોહનજી,
ગોકુળમાં ખુલી રે દુકાન રાધારાણી શુ લેશો?
www.gujaratibhajanbank.com
શુ લેશો રાધા શું લેશો,
ગોકુળમાં ખુલી રે દુકાન રાધારાણી શુ લેશો?
ચુડલા તો હું પહેરીને આવી,
બાજુબંધ લઇ દો મને આજ વ્હાલા મારા મોહનજી,
ગોકુળમાં ખુલી રે દુકાન રાધારાણી શુ લેશો?
www.gujaratibhajanbank.com
શુ લેશો રાધા શું લેશો?
0 Comments