ઢોલ નગારા વાગે પોકરણ ગઢમાં ભજન | Dhol Nagara Vaage Pokran Gadhma Bhajan Lyrics

ઢોલ નગારા વાગે પોકરણ ગઢમાં ભજન | Dhol Nagara Vaage Pokran Gadhma Bhajan Lyrics 

ઢોલ નગારા વાગે પોકરણ ગઢમાં,

 

ઢોલ શરણાઇ વાગે અજમલના દરબારમાં,

પ્રગટ્યા છે દ્વારિકાના નાથ રામા રામા..

 www.gujaratibhajanbank.com

અજમલ રાજાએ એવી ભક્તિ કીધી,

આકરા લીધા છે નિયમ રામા રામા..

 

વનમાં જઈ રાયે તપ આદયાઁ,

શિવજી સપનામાં આવ્યા રામા રામા..

 

સવા શેર ઘી ના રાજન લાડુ બનાવજો,

ભોગ ધરાવજો દ્વારકાધીશ રામા રામા..

  www.gujaratibhajanbank.com

લચપચતા ઘીના લાડુ રાણીએ બનાવ્યા,

ભગવાનને જમાડી તમે જમજો રામા રામા..

 

લાડુ લઈને રાજન દ્વારિકામાં આવ્યા,

ભોગ ધરાવીયો નંદલાલ રામા રામા..

 

લાડુ ન જમતા ક્રોધરે આવ્યા,

જઈ કુદી પડ્યા દરિયે રામ રામ..

  www.gujaratibhajanbank.com

દરિયાના નીર તો ઘણા રે ઊંડેરા,

દરિયામાં ડૂબવાને લાગ્યા રામા રામા..

 

દરિયામાં રાજન વાલાને પોકારે,

મારી વારે આવો દ્વારકાધીશ રામા રામા..

 

જો જો ભગત તમે હિંમત ના હારતા,

તારી વારે આવે દ્વારકાધીશ રામા રામા..

  www.gujaratibhajanbank.com

જમણો તે હાથ મારે વાલે લંબાઇવો,

ભગત ને તરતા કર્યા રામા રામા..

 

દરિયામાં સોનાની દ્વારકા રચાવી,

ભગત ને મારગ દેખાડ્યો રામા રામા..

 

સામે દ્વારકામાં પ્રભુ મારા બેઠા,

રાજન ના દિલડા દુભાણા રામા રામા..

રાજન ને આંખે આંસુ આવ્યા રામા રામા..

  www.gujaratibhajanbank.com

આવો તે માર પ્રભુ તમને કોને માર્યો,

લલાટે કાઈ રુધિરની ધાર રામા રામા..

 

લાડીલો પ્રેમી લો ભગત અમારો,

લાડુ કેરા એણે માર્યા  માર રામા રામા..

 

આટલો રે ગુનો વાલા માફ મારો કરો,

હવે પછી નહીં કરું ભૂલ રામા રામા..

 www.gujaratibhajanbank.com 

બોલોને રાજાને અહીંયા કેમ આવ્યા,

એવા તે શું પડ્યા કામ રામા રામા..

 

પાપી રે પેટે વાલા અમે છીએ વાંજીયા,

ભૈરવા એ મચાવ્યો ઉત્પાત રામા રામા..

 

જાઓ રે રાજન તમે પોકરણ ગઢમાં જાઓ,

વાંઝીયા ના મેળા અમે ભાંગસુ રામાં રામા..

  www.gujaratibhajanbank.com

દીકરો આપો તો પ્રભુ તમારા જેવો,

બીજું મારે કાંઈ નવ જોઈએ રામા રામા..

 

મોટા રે બલરામ પુત્ર રે થાશે,

અમે કરશુ ભૈરવાનો સંહાર રામા રામા..

 

જગત વાલા તને કપટી રે કહેશે,

અમને વિશ્વાસ કેમ આવે રામા રામા..

  www.gujaratibhajanbank.com

આવવાની વાલા નિશાની રે આપો,

પિતાજી કહીને બોલાવો રામા રામા..

 

કુમ કુમ પગલે અમે રે આવશે,

ઉકળતા ઉતારશુ  દૂધ રામા રામા..

 

સોનલા દડુલીયો અને રૂપલા નો ગેડીયો,

રમતું  રમાડે રામદેવપીર રામા રામા..

  www.gujaratibhajanbank.com

રામદેવપીરે દડુલો દોડાવો,

આવી ચડ્યો ભૈરવ ભૂમિ રામા રામા..

 

પલ તે વારમાં રૂણીસર પધાર્યા,

ગુરુ બળીનાથ બનાવ્યા રામા રામા..

 

પડકાર કરતો ભૈરવો રે આવ્યો,

રામદેવપીરે જાયલો એનો હાથ રામા રામા..

  www.gujaratibhajanbank.com

મુષ્ટિ મારીને એને ભોમાં ભંડાર્યો,

ઉતારો છે ભૂમિનો ભારે રામા રામા..

 

રુણીસર નગરી ને રણુજા બનાવી,

રણુજા ની ગાદીએ બેઠા મારા રામદેવ,

રામદેવપીર નું પ્રાગટ્ય જે કોઈ ગાશે,

થાશે રણુજામા વાસ રામા રામા..

 

થાશે પોકરણ ગઢમાં વાસ રામા રામા..

 www.gujaratibhajanbank.com 

Post a Comment

0 Comments