હું તો સાદ કરું ને હરી સાંભળજો | Hu to Saad Karu Ne Hari Sambhdjo Bhajan Lyrics
હું તો સાદ કરું ને હરી સાંભળજો,
હારે હું તો સાદ કરું ને હરી સાંભળજો..
www.gujaratibhajanbank.com
હું તો પુકાર કરુંને હરી સાંભળજો,
તમને ક્વ છું હું વારંવાર, કૌરવે મારી પત રે લીધી..
તમને સુખની તે નિંદરા કેમ આવે,
મારાં ઋણ ચૂકવવાની ઘડી રે આવી,
મારો સાંભળજો હરી તમે સાદ, કૌરવે મારી પત રે લીધી..
www.gujaratibhajanbank.com
હું તો પાંચ પાંડવને પરણી આવી,
ભીષ્મપિતાના ઘુઘટા તાણતી હતી,
મારી લાજુંમાં પડી આજ લૂંટ, કૌરવે મારી પત રે લીધી..
પાંચ પાંડવો ને કૌરવ જુગઠે રમ્યા,
પાંડવ રાજ-પાટ હરી રે ગયા,
મામા શકુનીએ કર્યું છે કપટ, કૌરવે મારી પત રે લીધી..
www.gujaratibhajanbank.com
મને ભારી રે સભામાં ઉભી રે રાખી,
પાપી દુઃશાશન મારાં ચીર ખેંચે,
સર્વે સભા બેઠી છે નીચું જોઈ, કૌરવે મારી પત રે લીધી..
પાંચ પાંડવ ને પાંજરે પુરી રે દીધાં,
અર્જુન બાણ લેવાનું ભૂલી રે ગયા,
ત્યાં તો ધરમરાજા ચુકી ગયા ધ્યાન, કૌરવે મારી પત રે લીધી..
www.gujaratibhajanbank.com
મેં તો સહદેએ નિકુલની સામે જોયું,
ભીમ ગદા રે લેવાનું ભૂલી રે ગયા,
ત્યાં તો ભીમનુ કાંઈ હાલ્યું નઈ જોર, કૌરવે મારી પત રે લીધી..
તો રુદન કરું ને હરી આવો વારે,
મારાં રૂદને સમંદર હિલોડે ચડ્યા,
મારા નયનો માં આંસુડાની ધાર,
હું તો રુદન કરું ને હરી આવો વારે,
મારાં રૂદને સમંદર હિલોડે ચડ્યા,
મારાં નયનો માં આંસુડાની ધાર, કૌરવે મારી પત રે લીધી..
www.gujaratibhajanbank.com
મારાં રુદને પવન દેવ થોભી રે ગયા,
મારાં રરુદને પશુ પંખી રોઈ રે પડ્યા,
મારાં રુદને રુવે મુંગા ઢોર, કૌરવે મારી પત રે લીધી..
મારાં રુદને સૂર્ય દેવ થંભી રે ગયા,
મારાં રુદને ભીષ્મપિતા રોઈ રે પડ્યા,
મારાં રુદને રુવે ગુરુદેવ, કૌરવે મારી પત રે લીધી..
www.gujaratibhajanbank.com
તમે બલી રે રાજાની પત રે લીધી,
તમે ભિખારી બનીને ભીખ માંગવા ગયા,
તમે દરવાજે બન્યાતા રખવાડ,
તમે રાજના બન્યાતા રખવાડ, કૌરવે મારી પત રે લીધી..
તમે સતી રે અનસોયાની પાત રે લીધી,
તમે બાળક બનીને પયપાન કર્યાં,
તમારું સતી પાસે હાલુ નઈ કાંઈ જોર, કૌરવે મારી પત રે લીધી..
www.gujaratibhajanbank.com
પત મારી રે નઈ જાય પત તમારી જશે,
આજ મારે તમારે નાતો પૂરો થયો,
તમને કોણ કહે છે દીનાનાથ, કૌરવે મારી પત રે લીધી..
વાલા શેરડી ખાતા રે હાથે છરી રે લાગી,
મેંતો ચીર ફાડીને હાથે પાટો રે બાંધ્યો,
તમને રૂક્ષ્મણીએ નોતો દીધો સાથ, કૌરવે મારી પત રે લીધી..
www.gujaratibhajanbank.com
વાલો સેજ પલંગમાં સુતા રે ચડી,
એના હૃદય કામળમાં શાંતિ હતી,
ત્યાં તો દ્રૌપદીનો સાંભળ્યો પોકાર, વાલાની આજે નિંદર ઉડી..
રાણી રૂક્ષ્મણી રે ઉભા ભોજન તૈયાર કરી,
વાલો મીઠાં રે પકવાન જમવા બેઠા,
વાલે હડસેલીને મેલી દીધાં થાળ, વાલાની આજે નિંદર ઉડી..
www.gujaratibhajanbank.com
વાલે પગમાં તે મોજડી પેરી રે નથી,
વાલો ખંભા નો ખેસ ભૂલી રે ગયા,
વાલો પલમાં આવ્યા હસ્તિનાપુર, વાલાની આજે નિંદર ઉડી..
વાલે લીલા રે કરીને એના ચીર પુર્યા,
પાપી ચીર ખેંચીને થાકી રે ગયો,
વાલે પુર્યા નવસો નવ્વાણું ચીર, વાલાની આજે નિંદર ઉડી..
www.gujaratibhajanbank.com
દુષ્ટ દુર્યોધન મનમાં ડગી રે ગયો,
પાપી ચીર ખેંચી થાકી ગયો,
આની વારે આવ્યા છે ભાગવાન, વાલાની આજે નિંદર ઉડી..
વાલો ઋણ ન રાખે કોઈનું જરી,
વાલે નવસો નવ્વાણું ચીર પુર્યા,
વ્યાજ સહિત આપે છે ગિરિરાજ, વાલાની આજે નિંદર ઉડી..
www.gujaratibhajanbank.com
હારે હું તો સાદ કરું ને હરી સાંભળજો,
હું તો પુકાર કરુંને હરી સાંભળજો,
તમને ક્વ છું હું વારંવાર, કૌરવે મારી પત રે લીધી..

0 Comments