આ તો સ્વાર્થ નો સંસાર આમાં કોણ કોનુ છે | Aa to Swarth No Sansar Ama Kon Konu Che Bhajan Lyrics
આ તો સ્વાર્થ નો સંસાર આમાં કોણ કોનુ છે,
મેલો ખોટું અભિમાન આમાં કોણ કોનું છે,
મેલો મોહ ને મમતા આમાં કોણ કોનું છે..
www.gujaratibhajanbank.com
મધપુડાને દેખી જેવી મધમાખી લલચાય છે,
એવો પુત્રને પરિવાર આમાં કોણ કોનું છે,
આ તો સ્વાર્થ નો સંસાર આમાં કોણ કોનુ છે..
ચડતીમાં તો દુનિયા આખી વાહ વાહ કરતી,
દુઃખમાં સામું નહીં જોનાર આમાં કોણ કોનું છે,
આ તો સ્વાર્થ નો સંસાર આમાં કોણ કોનુ છે..
www.gujaratibhajanbank.com
મારા મારા કરો એ તો અંતે બદલાઈ જાય છે,
આવો જગતનો વહેવાર આમાં કોણ કોનું છે,
આ તો સ્વાર્થ નો સંસાર આમાં કોણ કોનુ છે..
વિપત વેળાએ તને બધું સમજાઈ જાશે,
સાચો સંગાથી છે રામ આમાં કોણ કોનું છે,
આ તો સ્વાર્થ નો સંસાર આમાં કોણ કોનુ છે..
www.gujaratibhajanbank.com
જિંદગીની અંતમાં તો વિયોગિ થવાય છે,
સાચો સહયોગી છે રામ અહીંયા કોણ કોનું છે,
આ તો સ્વાર્થ નો સંસાર આમાં કોણ કોનુ છે..
સમરથ ને સહારે તારા બાળ ગુણલા ગાય છે,
દેજો સંત શરણમાં વાસ અહીંયા કોણ કોનું છે,
આ તો સ્વાર્થ નો સંસાર અહીંયા કોણ કોનું છે..
www.gujaratibhajanbank.com

0 Comments