દોડ્યા દોડયા છે દિનદયાળ રે મોરલીવાળા રે | Dodya Dodya Che Dindayal Re Morlivala Re Bhajan Lyrics

 દોડ્યા દોડયા છે દિનદયાળ રે મોરલીવાળા રે | Dodya Dodya Che Dindayal Re Morlivala Re Bhajan Lyrics

 

દોડ્યા દોડયા છે દિનદયાળ રે મોરલીવાળા રે 

સુણ્યો સુણ્યો સુદામા નો સાદ પ્રાણ થકી પ્યારા રે

વાલો ચાલે ચટકતી ચાલ રે મોજડી વિસારી રે 

હે પગે ભરાણો પાંભડી નો છેડો મુગટ ગયા છે ભુલી રે

www.gujaratibhajanbank.com     

અષ્ટ પટરાણી કરે વિચાર રે કોણ ભાગ્યશાળી રે

કોનાં માટે દોડ્યા છે ભગવાન વાંસળી વિસારી રે

    

ભેટ્યા ભેટ્યા ભેરુને ભગવાન રે રુદિયે ચાંપ્યા રે 

હે એવી બાળ પણાની પ્રીત કેમ ભુલાય રે 

કોઈ લાવો ગંગાજી નાં નીર રે ચરણ પખાળુ રે 

હે કોઈ લાવો જમુના જી ના નીર સ્નાન કરાવું રે 

www.gujaratibhajanbank.com    

વાલો પહેરાવે પિતાંબર રે સુદામા ને શોભતા રે 

હે પ્રભુ બેઠા સુદામા ને પાસ સુદામા ને પુછે રે 

     

મારા ભાભી સુશિલા નાર રે બહુ સંસ્કારી રે 

હે મને આપ્યું હશે કાંઈક ભેટ સખા મને આપો રે

કોઈ લાવો સોનાના થાળ રે તાંદુલ છોડ્યા રે 

પ્રભુ પ્રેમે આરોગે તાંદુલ ભાવના ભુખ્યા રે 

     www.gujaratibhajanbank.com

પહેલી મુઠ્ઠી આરોગે ભગવાન રે દુખડા કાપ્યા રે 

હે બીજી મુઠ્ઠી આરોગે ઘનશ્યામ સુખ ઘણા આપ્યા રે 

     

ત્રીજી મુઠ્ઠી આરોગે દીના નાથ રે દાળદર કાપ્યા રે 

હે ચોથી મુઠ્ઠી આરોગે ભગવાન રૂક્ષ્મણી દોડ્યા રે 

ભલી ભલી ભેરૂ ની ભાઈબંધી કે દાસ નાં બનાવો રે 

હે કોઈ સુદામા નાં તાંદુલ ગાય રેવૈકુંઠ જાશે રે 

     www.gujaratibhajanbank.com

એમ બોલ્યાં છે સુંદર શ્યામ સુખ ઘણા થાશે રે 

દોડ્યા દોડ્યા છે દીન દયાળ રે મોરલી વાળા રે

Post a Comment

0 Comments