ઘરડો થયો તોય સમજ્યો નહીં ભજન | Ghardo Thayo Toy Samjyo Nahi Bhajan Lyrics
ઘરડો થયો તોય સમજ્યો નહીં,
તું રામ નું નામ લેતા રે..
છોકરા તારું કહ્યું ન માને,
તોય શિખામણ દેતો રે..
www.gujaratibhajanbank.com
ક્રોધ આવે તને ઘડી ઘડી,
તું રાતો પીળો થાતો રે..
ક્રોધ કરે તારું કાંઈ નહિ વળે,
પાછળથી પસ્તાતો રે..
પૈસાનો તે પોટલો બાંધ્યો,
કોઈને કાંઈ ન દેતો રે..
www.gujaratibhajanbank.com
ઘરના વ્યવહાર હું ચલાવું,
એમ વારંવાર કહેતો રે..
જીભને સ્વાદે શીરો પુરી,
ને ભજીયા તો બહુ ભાવે રે..
દાંત ગયા ને ચોકઠું આવ્યું,
સુખડી ચણા ચાવે રે..
www.gujaratibhajanbank.com
ખૂણામાં તારી ખાટલી ઢાળી,
તોય નજરું રાખતો રે..
સેવા મારી કોઈ કરતું નથી,
એમ બધાયને કહેતો રે..
મારું મારું કરીને મરી જવાના,
સાથે ન આવે કાંઈ રે..
www.gujaratibhajanbank.com
વડાવા તારી પાછળ આવે,
ફૂટેલી દોણી લઈ રે..
સગા વાલા ભેડા થઈને,
બરાડા બહુ પાડે રે..
પેટ ભરીને લાડવા ખાશે,
ને બારમાના દાડે રે..
www.gujaratibhajanbank.com
વરસી તારી વારી જેસે,
દીકરા ભાગ પાડે રે..
દીકરી તારી રોતી રહેશે,
કઈ ના આપે દાન રે..
હાથી કરેલું સાથે રહેશે,
પુણ્યદાન તારું રે..
www.gujaratibhajanbank.com
અંતે તારી સાથે આવશે,
રામજી નું નામ રે..
પુરુષોત્તમ કહેતા જાજો,
બાજી તારા હાથમાં રે..
રામ ભજી લ્યો ભવ તજી લીયો,
એમ વારંવાર કેતા રે..
www.gujaratibhajanbank.com
0 Comments