આવો હનુમાનજી બેસો હનુમાનજી | Aavo Hanuman Ji Beso Hanuman Ji

આવો હનુમાનજી બેસો હનુમાનજી,

દેજો સંદેશો મારા રામને...

 

પેલો કાગળ માતા કૌશલ્યા એ મોકલ્યો,

રામને મનાવી ઘેર લાવો હનુમાનજી,

દેજો સંદેશો મારા રામને...

  www.gujaratibhajanbank.com

રામજી વિનાની મારી અયોધ્યા સૂની,

હે જી સુના છે રાજ દરબાર હનુમાનજી,

દેજો સંદેશો મારા રામને...

 

તમારા પિતાજી સ્વર્ગે સીધાવિયા,

ભરતજીએ મેલ્યા અન્નપાણી હનુમાનજી,

દેજો સંદેશો મારા રામને...

 www.gujaratibhajanbank.com

બીજો કાગળ માતા સુમિત્રાએ મોકલ્યો,

રોઈ રોઈને દિવસો વિતાવું હનુમાનજી,

દેજો સંદેશો મારા રામને...

 

સીતાજી વિનાના મારા આંગણિયા સુના,

હે જી સૂના છે તુલસીના ક્યારા હનુમાનજી,

દેજો સંદેશો મારા રામને...

www.gujaratibhajanbank.com  

ત્રીજો કાગળ રાજા દશરથે મોકલ્યો,

રામ રામ કહીને પ્રાણ છોડ્યા હનુમાનજી,

દેજો સંદેશો મારા રામને...

 

રામજી વિનાના અહીં સૂના છે ઝાડવા,

સૂના છે સરિયુ કિનારા હનુમાનજી,

દેજો સંદેશો મારા રામને...

 

ચોથો કાગળ માતા કૈકૈયે મોકલ્યો,

વગર વિચાર્યા વચન માગ્યા હનુમાનજી,

દેજો સંદેશો મારા રામને...

 www.gujaratibhajanbank.com

ભરત શત્રુઘ્ન નાનેરુ બાળ છે,

રાજની રીત ને શું જાણે હનુમાનજી,

દેજો સંદેશો મારા રામને...

 

રામજી નો સંદેશો જે કોઈ ગાશે,

ગાશે વાશે અયોધ્યા જાશે હનુમાનજી,

હેજો સંદેશો મારા રામને...

 

આવો હનુમાનજી બેસો હનુમાનજી,

દેજો સંદેશો મારા રામને...

 www.gujaratibhajanbank.com

Post a Comment

0 Comments