વાલા સ્વજનની વસમી વિદાય દિલમાં ડંખે છે | Vhala Svajanni Vasmi Viday Dilma Dankhe Che Kirtan Lyrics
વાલા સ્વજનની વસમી વિદાય, દિલમાં ડંખે છે,
જ્યારે સ્વજન વિખુટા પડી જાય, દિલમાં ડંખે છે..
www.gujaratibhajanbank.com
એક ઘરમાં કુટુંબમાં જે સાથે રહ્યા,
મોહ મમતા ના બંધનમાં બંધાઈ ગયા,
જ્યારે જીવનનો તાર તૂટી જાય, દિલમાં ડંખે છે,
વાલા સ્વજનની વસમી વિદાય, દિલમાં ડંખે છે...
કાળ આવીને ઓચિંતો ઉડાડી જતો,
એવું લાગે ઉપરવાળો રુઠી જતો,
આંખે આંસુડાના દરિયા ઉભરાય, દિલમાં ડંખે છે,
વાલા સ્વજનની વસમી વિદાય, દિલમાં ડંખે છે...
www.gujaratibhajanbank.com
મન મંદિરના સપના રોળાય જાતા,
સુંદિર બાંધેલા માળા વિખાઈ જાતા,
જ્યારે આશાનો મહેલ તૂટી જાય, દિલમાં ડંખે છે,
વાલા સ્વજનની વસમી વિદાય, દિલમાં ડંખે છે...
માનવ પંખીનો મેળો ભેગો મળે,
લેણા દેણી પૂરી થાતા છુટા પડે,
આતો રામની રમત ના સમજાય, દિલમાં ડંખે છે,
વાલા સ્વજનની વસમી વિદાય, દિલમાં ડંખે છે...
www.gujaratibhajanbank.com
0 Comments