નાણાવટી રે સાજન બેહું માંડવે | Navavati Re Sajan Bethu Mandave Lagngeet Lyrics
નાણાવટી રે સાજન બેઠું માંડવે,
લાખોપતિ રે સાજન બેઠું માંડવે..
www.gujaratibhajanbank.com
જેવા ભરી સભાના રાજા, એવા વર કન્યાના દાદા,
જેવા હારમાં ના હીરા, એવા વર કન્યાના વીરા..
નાણાવટી રે સાજન બેઠું માંડવે,
લાખોપતિ રે સાજન બેઠું માંડવે..
www.gujaratibhajanbank.com
જેવી ફૂલ ભરેલી વાડી, એવા વર કન્યાના માડી,
જેવી મોતી કેરી સેરો, એવા વર કન્યાના બહેનો..
નાણાવટી રે સાજન બેઠું માંડવે,
લાખોપતિ રે સાજન બેઠું માંડવે..
www.gujaratibhajanbank.com
જેવા અતલસ કેરા તાકા, એવા વર કન્યાના કાકા,
જેવા લીલુડા વનના આંબા, એવા વર કન્યાના મામા..
નાણાવટી રે સાજન બેઠું માંડવે,
લાખોપતિ રે સાજન બેઠું માંડવે..
www.gujaratibhajanbank.com

0 Comments